પ્રક્રિયા ચાલી રહી છે
0%શ્રી સુનિલભાઈ વાઘેલા અમદાવાદ વાલ્મિકી સમાજના આગેવાન અને સક્રિય કાર્યકર્તા છે. તેઓ વાલ્મિકી સમાજના સફાઈ કામદારોના હક્ક અને પ્રશ્નો માટે લડી રહ્યા છે. વાલ્મિકી સમાજને ત્રાસ આપતા અસામાજિક તત્વો અને ગુન્હેગારો સામે સંઘર્ષ કરી સમાજને કાયદાકીય રીતે એટ્રોસિટી જેવી બાબતે મદદ કરી રહ્યા છે. તેઓ વાલ્મિકી સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન આપે છે. તેમના નેતૃત્વ નીચે સમાજ જાગૃતતાના ઘણા કાર્યક્રમો થાય છે. તેઓ સમાજમાં એકતા લઈ આવવા પ્રયત્નો કરી રહ્યા છે.
ગુજરાત સફાઈ કામદાર મહામંડળ, અમદાવાદ - પ્રમુખ
વાલ્મિકી એકતામંચ, ગુજરાત - મુખ્ય કન્વીનર
મેનહોલ કામદાર યુનિયન - પૂર્વ સેક્રેટરી