શ્રી ધર્મેશભાઈ વાઘેલા ગોંડલ વાલ્મિકી સમાજના અગ્રણી અને સક્રિય કાર્યકર્તા છે.
- તેઓ સમાજના લોકો ને મુશ્કેલીના સમયમાં અડીખમ તેમની સાથે હોઈ છે.
- તેઓએ વાલ્મિકી સમાજ વિષે ટિપ્પણી કરનારને જાહેરમાં માફી મંગાવી હતી.
- તેઓ વાલ્મિકી સમાજના લોકો ને હેરાનગતિ કરતા અન્ય સમાજ સામે કાયદાકીય મદદ કરે છે.
- રાજકીય ક્ષેત્રે આગેવાનો સાથે સંકળાયેલા હોઈ સમાજને આર્થિક તેમજ સામાજિક મદદ કરાવવા પ્રયત્નો કરે છે.
- તેઓ વાલ્મિકી સમાજના સફાઈ કામદારોના હક્ક અને પ્રશ્નોના નિરાકરણ માટે લડી રહ્યા છે.
- તેઓ વાલ્મિકી સમાજમાં એકતા લઈ આવવા દર વર્ષે રામદેવપીરની ભાદરવા સુદ દસમનાં નેજા ચડાવી સમાજનું જમણવાર અને સંતવાણીના આયોજનમાં મહત્વનું યોગદાન આપે છે.
- સમાજને શિક્ષિત અને સંગઠિત બનાવના હેતુથી સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે તેઓ વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ યોજી તેમને પ્રોત્સાહન આપે છે.
- તેઓ બ્લડ ડૉનેશનનાં કેમ્પમાં યોગદાન આપી વાલ્મિકી સમાજને મેડિકલ ક્ષેત્રે પણ મદદ કરે છે.
- સ્પોર્ટ્સમાં સમાજનું વર્ચસ્વ વધે તે માટે ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરે છે.