શ્રી મહેશભાઈ સરવૈયા ભાવનગર વાલ્મિકી સમાજના અગ્રણી અને સક્રિય કાર્યકર્તા છે. તેઓ ની સામાજિક સેવાનો આ મુજબ છે.
- વાલ્મિકી યુવા શિક્ષણ સમિતિ ભાવનગર ના મુખ્ય આયોજક તરીકે દરવર્ષે ધોરણ: 10/12 કોલેજ અને અન્ય અભ્યાસ માં પાસ થયેલ વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરે છે.
- વાલ્મિકી જ્ઞાતિ સુધારક મંડળના 2019 માં સમુહ લગ્ન સમિતિ ના મંત્રી તરીકે સમુહલગ્ન માં મહત્વનું યોગદાન આપેલ.
- વાલ્મિકી ક્વિઝ કોન્ટેસ્ટ્ નું આયોજન કરી દરવર્ષે ધોરણ 5 થી 12 તેમજ કોલેજ અને અન્ય અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્પર્ધાત્મક પરીક્ષા લેવી તેમજ ઈનામ વિતરણ કાર્યક્રમ નું આયોજન કરે છે. તથા નોટબુકો નું વિતરણ કરી શૈક્ષણિક સેવા આપે છે.
- ધો.5 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વાર્ષીક પરીક્ષા ના ભાગ રૂપે 50/100 માર્ક ની MCQ (વિકલ્પો) ની પરીક્ષા લે છે. તથા ધોરણ: 10/12 પછી શું? તેના સેમિનારનું આયોજન કરે છે
- વ્યશન મુક્તિ ના કાર્યક્રમો કરે છે. તથા વાલ્મિકી સમાજ ના સાધુ સંતો મહંતો માટે ધાર્મિક કાર્યક્રમો ધર્મ સભાના આયોજનમાં યોગદાન આપે છે.
- તેમના રાજકીય સંબંધોને લીધે ભાવનગર વાલ્મિકી જ્ઞાતિ સુધારક મંડળ, જમનાકુંડ ખાતે 5 લાખ સાંસદની ગ્રાન્ટમાંથી અપાવી ડો.બાબા સાહેબ આંબેડકર લાઈબ્રેરી હોલ બનાવી આપેલ
- ગુજરાતમાં સમાજને કોઈ બાબતે અન્યાય થતો હોય ત્યારે હંમેશા સમાજની પડખે ઉભા રહે છે,
- કોરોના કાળ દરમ્યાન નિરાધાર અને ગરીબ લોકોને તેમજ સફાઈ કામદારો, તેમજ પરપ્રાંતીય લોકો ને નાસ્તો, ભોજન, પાણી, શાકભાજી, તેમજ જીવન જરૂરી ચીજ વસ્તુ ની કિટો નું વિતરણ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ.