શ્રી રોનકભાઈ રાઠોડ વાલ્મિકી સમાજના અગ્રણી અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અગ્રણી કાર્યકર્તા છે.
- તેઓનો અભ્યાસ સિવિલ એન્જિનિયર (B.E.) છે. તેઓ રોડ મેન્ટેન્સ તથા બાંધકામના કોન્ટ્રાક્ટ ચલાવે છે.
- તેઓ વાલ્મિકી સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધારવા અને યુવાનોને સંગઠિત કરવા ખુબ પ્રયત્નો કરી રહ્યા છે.
- તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) માં આંદોલનાત્મક અને રચનાત્મક રીતે વિદ્યાર્થીઓના હિતો માટે તેમજ તેમના ડેવલોપમેન્ટ માટે લડે છે.
- સમાજને તોડવાની વાત આવે ત્યારે ABVP સાથે આગળ આવી લડે છે.
- તેઓ ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટના સક્રિય સભ્ય છે. આ ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સેવાઓ અપાવે છે.
- તેઓ બ્લડ ડોનેશનના કેમ્પનું આયોજન કરી સમાજને મેડિકલ ક્ષેત્રે મદદરૂપ થાય છે.
- તેઓ સમાજના વિદ્યાર્થીઓને સરકાર તરફથી મળતી શિષ્યવૃતિ - સહાય મેળવવામાં મદદ કરે છે.