સ્વ.શ્રી ગંગાબેન વાઘેલા એ સ્વાતંત્ર્ય સેનાની ભાઈજીભાઈ વાઘેલા કે જેઓ ધારાસભ્ય (મુંબઈ રાજ્ય વિધાનસભા) હતા તેમના પુત્રવધુ
- ગુજરાતમાં વાલ્મિકી સમાજના શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે વિદ્યાસહાયકની યોજનામાં વર્ગદીઠ વાલ્મિકી સમાજને અનામત માટે તે માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
- સફાઈ કામદાર વિકાસ નિગમમાંથી અપાયેલા ધિરાણો-લોન ને સહાયતા તરીકે તબદીલ કરાવી અને વ્યાજ માફ કરાવ્યા હતા.
- સફાઈ કામના કોન્ટ્રાકટને વાલ્મિકી સમાજની મંડળીઓ-સંસ્થાઓને અગ્રીમતા અપાવી.
- આયોગના સભ્યપદ દરમ્યાન અનેક રોજમદાર, આંશિક સફાઈ કામદારોને કાયમી કરાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
- દેશના સામાજિક ન્યાય અને અધિકારક્તા મંત્રાલયના મંત્રીઓની અને અધિકારીઓની ઉપસ્થિતિમાં વિજ્ઞાનભવન, નવી દિલ્હી ખાતેની મિટિંગમાં સમગ્ર દેશના સફાઈ કામદાર વર્ગની વેદનાઓ-સમસ્યાઓની રજૂઆત કરતાં-કરતાં હાર્ટ એટેક આવતા અવસાન પામ્યા હતા.
શ્રીમતી ગંગાબેન વાઘેલા અત્યારે હયાત નથી. પણ વાલ્મિકી સમાજ માટેની તેઓની કામગીરી સરાહનીય હતી. સફાઈ કામદાર વર્ગ અને વાલ્મિકી સમાજના શૈક્ષણિક, સામાજીક અને આર્થિક વિકાસનાં ઉદ્ધારમાં અમૂલ્ય અને સિંહ ફાળો આજે પણ સૌ યાદ કરે છે.