શ્રી પ્રવીણભાઈ વાઘેલા એ વાલ્મિકી સમાજના પ્રશ્નોને વાચા આપતું નિષ્પક્ષ - નીડર - વિશ્વસનીય, સૌથી જુના સાપ્તાહિક "વાલ્મિકી દર્શન સાપ્તાહિક" ના સહતંત્રી છે.
- તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદાર હોવાથી રાજ્યમાં સંગઠનનું કાર્ય - ભાવનગર શહેર કોંગ્રેસ, ભાવનગર પૂર્વ વિધાનસભા, સોજીત્રા વિધાનસભા અને આણંદ જિલ્લામાં કાર્યરત હતા.
- તેઓએ વાલ્મિકી સમાજમાં સંગઠનલક્ષી અનેક સામાજિક સંસ્થાઓમાં સક્રિય કામગીરી કરી રહ્યા છે.
- વાલ્મિકી દર્શન સાપ્તાહિકના સહતંત્રી તરીકે જીવનસાથી પસંદગી મેળા, સમુહલગ્ન, મિશન વાલ્મિકી ભવન અને અતિ પછાત જાતિ માટેની અનામતની ચળવળમાં સહભાગી બન્યા છે.
- તેઓએ વાલ્મિકી દર્શન સાપ્તાહિકના માધ્યમથી વાલ્મિકી સમાજના અનેક પ્રશ્નોને વાચા આપી છે. સમાજના સક્રિય કાર્યકરો ને સમાજમાં પરિચય અપાવ્યો છે.
- તેઓ સ્વાતંત્ર્ય સેનાની પરિવારમાંથી આવે છે.
- તેઓના દાદા સ્વ.ભાયજીભાઈ વાઘેલા, ધારાસભ્ય હતા.
- તેમના માતૃશ્રી સ્વ. ગંગાબેન વાઘેલા ધારાસભ્ય અને સફાઈ કર્મચારી આયોગના પ્રથમ માનનીય મહિલા સદસ્યા હતા.