પ્રક્રિયા ચાલી રહી છે

0%
સફાઇ કર્મચારીઓને સ્‍વૈચ્‍છીક નિવૃત્તિના કિસ્‍સામાં રહેમરાહે વારસદાર તરીકે નિમણૂંક કરાશેઃ ભરતીના નિયમમાં સુધારો મંજૂરઃ પદાધિકારીઓનું વાલ્‍મિકી સમાજના આગેવાનો દ્વારા સન્‍માન

સફાઇ કર્મચારીઓને સ્‍વૈચ્‍છીક નિવૃત્તિના કિસ્‍સામાં રહેમરાહે વારસદાર તરીકે નિમણૂંક કરાશેઃ ભરતીના નિયમમાં સુધારો મંજૂરઃ પદાધિકારીઓનું વાલ્‍મિકી સમાજના આગેવાનો દ્વારા સન્‍માન

૨૧-નવેમ્બર-૨૦૨૪

મહાનગરપાલિકા દ્વારા સાધારણ સભામાં સફાઇ કર્મચારીઓને સ્‍વૈચ્‍છીક નિવૃત્તના કિસ્‍સામાં રહેમરાહે વારસદાર તરીકે નિમણૂંક આપવા માટેના ભરતીના નિયમમાં સુધારો સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ. આ નિર્ણયને વાલ્‍મિકી સમાજના આગેવાનો દ્વારા આવકારી મહાનગરપાલિકાના પદાધિકારીઓનું સન્‍માન કરવામાં આવેલ. ઉપરોકત નિર્ણયને આવકારી રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારી મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઇ રાડીયાનું વાલ્‍મિકી સમાજના આગેવાનો દ્વારા ફુલહારથી સન્‍માન કરવામાં આવેલ.

સૌજન્યઃ અકિલા સમાચાર

પાછા જાવ